STORYMIRROR

Desai Kd

Drama

3  

Desai Kd

Drama

દાસ્તનાગોઈ

દાસ્તનાગોઈ

1 min
367

ગઝલ તો હું એકદમ મઝાની લઈને આવ્યો છું,

તમે સમજી શકો બસ એ ગજાની લઈને આવ્યો છું,


ન મોટી નહીં કે નાની જિંદગાની લઈને આવ્યો છું,

'ટચી' પણ ટૂંકી એવી એ કહાની લઈને આવ્યો છું,


સરળ, સીધી અને સાદી ગઝલ છે કિંતુ એમાં પણ,

બધાને સ્પર્શે એવી પ્રેમ બાની કંઈ આવ્યો છું,


તને મારી બધી ગઝલો સુણાવી દઉં જો સમજે તું,

ઘણી એ વાત એમાં હું વ્યથાની લઈને આવ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama