કબૂલાત છે
કબૂલાત છે
આ ગઝલમાં નિખાલસ કબૂલાત છે,
ચાહું છું આપને, એની દરખાસ્ત છે,
હા કે ના, કહેશે શું એની ક્યાં છે ફિકર,
મૂળ તકલીફ તો બસ મુલાકાત છે,
સપના સૌ એમના રોકી દીધા છતાં,
ના સહન થઈ શકે એવી આ રાત છે,
આ ગઝલ અન્યથા બીજું કાંઈ પણ નથી,
બસ વ્યથાની જ એમાં બધી વાત છે,
તું મને હું તને જોઈ મરકે છે એ,
તારા મારા મિલનની શરૂઆત છે.