પાછા મળીયે
પાછા મળીયે
વર્ષના વર્ષો થયા છે, ચાલ પાછા મળીયે
યાદ કરવા આપણે તો, કાલથી પાછા મળીયે,
રૂબરૂ પાછા મળીયે, ખ્યાલમાં પાછા મળીયે
ચલ વિતેલી આપણી ગઈકાલમાં પાછા મળીયે,
કે અરજ છે બસ એટલી, ના તું લાવે અંત જલદી,
વાત આજે કર તું ખાલી, સાલમાં પાછા મળીયે,
ગીત ગાતા શીખવાડી હું તને તો નીરખી જઉં,
બસ પછી આપણે સૂર તાલમાં પાછા મળીયે.