ગઝલ- વ્હેમ
ગઝલ- વ્હેમ


સૌને તો બસ આપણે એકમેકના થયાનો વ્હેમ છે,
બસ મને તો માત્ર તારા થઈ જવાનો વ્હેમ છે,
વાતને અડધી જ રાખીને તમે ચાલ્યા ગયા
આયખું આખું મને એમાં જીવ્યાનો વ્હેમ છે,
બે દિલોનું એક થયાનું પણ મને તો યાદ છે
હા મને સૌ આપણી નજરો મળ્યાનો વ્હેમ છે,
શબ્દની કોઈ રમત રમવી હતી એની
જોડે,
સૌ જ મારી ગઝલો યાદ તમને રહ્યાનો વ્હેમ છે,
વાત તારી સાથ કરવા માટે હું મથતો હતો
વાત શું થોડી કરી, તને પ્રેમ મુજને થયાનો વ્હેમ છે.