ઈશ્વર તું તકદીર લખતો નથી?
ઈશ્વર તું તકદીર લખતો નથી?
તારી શોધમાં છું છતાં તું જડતો નથી,
સાચું કહું તો તું હવે માણસમાં ય મળતો નથી.
અહીંયા તારા તરફી અને વિરોધી બંને છે,
છતાં તું એ બંનેમાં કેમ વેરભાવ રાખતો નથી.
પ્રશ્ન હવે થાય છે તારા અસ્તિત્વનો છતાં,
તું તો તારા આ અહમ્ ખાતર પણ બોલતો નથી.
અમે બધા તારા જ સંતાનો છીએ ભૂલતો નહીં,
સૌની આપવીતી જાણવા છતાં કંઈ કરતો નથી.