એક વરસાદી સાંજે!
એક વરસાદી સાંજે!




વાંંચતો હતો એક દી બારીએ બેસી એક મનગમતું પુસ્તક,
ત્યાં ત્યાં એક આવી ઠંડી પવનની લહેરખી જાણે અડી ગઈ મને,
ત્યાં જ શરૂ થયો મનગમતો વરસાદ.
બેઠો હતો બારીએ ને ત્યાંજ આવી વાહલી વરસાદની વાછટ,
બે ત્રણ ટીપાં વરસાદના આવીને અળકી ગયા મને,
જાણે કે જામ્યો મારી અંદર ય વરસાદ,
વરસાદ નું ઍક ટીપુ છું હું ને બીજું છે તું,
બંને ભળી જો જાય તો બને વાત.
હું બહાર જઈ ભીંજાવા માંગતો હતો,
જેમ રેઇંકોટ પહેરીને પલળવાની મઝા નથી,
એમ તારા વિના એકલાં પલડવામાં મજા નથી.
બસ પછી શું,
મેં વરસાદને જોયા કર્યો ને,
તારી સાથે પલળવાના સપના જોતો રહ્યો,
હાથ લાંબો કરી મે બે ત્રણ ટીપાં હાથમાં લીધા,
પછી મુઠ્ઠી વાળીને મે એને ચૂબી લીધું.
એ પછી મુઠ્ઠી ખોલી જોયું તો એક પણ ટીપું ન હતું,
મને કંઈ સમજાયું નહિ એટલે હું પુસ્તક ફરી વાંચવા લાગ્યો,
ને જોયું તો,મુઠ્ઠીમાં ગાયબ થયેલા ટીપાંઓ,
આંખમાંથી નીકળી પુસ્તકમાં પડ્યા હતા.