શું આપી દીધું ?
શું આપી દીધું ?
1 min
602
તૂટી ગયેલા સંબંધને,
જાણે બાંધી લીધો,
ફકત એટલું થયું કે કો'કે,
અમારું માન છીનવી લીધું,
બગડી ગયેલા પ્રસંગને,
જાણે માણી લીધો
ફકત એટલું થયું કે કો'ક,
અમારાથી રિસાઈ ગયું,
હારી ગયેલી રમત,
જાણે જીતી લીધી
ફકત એટલું થયું કે કો'કે,
રમવાનું ભુલાવી દીધું,
સળગી ગયેલા હદયને,
જાણે બુઝાવી દીધું,
ફકત એટલું થયું કે કો'કે,
એને કાપી લીધું,
'કિશને' ન જાણવા છતાં,
જાણે કવિતા લખી કાઢી,
ફકત એટલું થયું કે કો'કે,
દાદ છીનવી લીધી
