STORYMIRROR

Heena Pandya (ખુશી)

Drama

5.0  

Heena Pandya (ખુશી)

Drama

આ નગરમાં એટલો મશહૂર છું.

આ નગરમાં એટલો મશહૂર છું.

1 min
586




આદતોથી આમ તો મજબૂર છું.

હું નશામાં ડૂબતો ચકચૂર છું.


પ્રિતમાં ફરતો રહું પાછળ હવે,

આ જગતમાં જો બન્યો મજદૂર છું.


રાચતો સપનાં મહીં હરદમ અને,

ભ્રમણાઓ રાખતો મગરૂર છું.


જો હૃદય તોડી જશો તો ચાલશે,

આ નગરમાં એટલો મશહૂર છું.


ચાહનારા છે ઘણા સાચા "ખુશી",

એ વિચારે જીવતો ભરપૂર છું.



Rate this content
Log in

Similar gujarati poem from Drama