મંઝિલ શમણાંની
મંઝિલ શમણાંની


સપનાઓની હોય છે હારમાળા,
અધૂરાં ન રહે કોઈ ઓરતાં હવે,
હસ્તરેખામાં શું લખાયું છે એ તો,
વિધાતા જ જાણે એનાં ચોપડે,
શું હોય છે એનાં જમા ઉધારનાં,
કર્મોનાં હિસાબે લખાયેલા પાસાં.
એક સપનું સાચું પડ્યું છે આજે !!
એક શમણું સેવ્યું તું મેં જીવનમાં,
બનવું હતું મારે એક સારાં ડૉક્ટર,
માર્ગ કાંટાળો તો હતો જ ઘણો,
મહેનત તો કરવી જ પડે અલબત્ત,
ઘણી તફલીકોને પણ વેઠીને મથી,
આખરે આવી હાથમાં એક ડીગ્રી,
એક સપનું સાચું પડ્યું છે આજે !!
બેહિસાબ હતી એ ખુશી એ મારી,
શમણું થયું હતું એક પ્યારૂ સાકાર,
નથી હકદાર હું એકલી મંઝિલની,
માતાપિતા જે હરદમ બની રહ્યાં,
મુજ હાલકડોલક નૈયાનાં પતવાર,
નવું જોમ મળ્યું ચેતનવંતુ આજ,
એક સપનું સાચું પડ્યું છે આજે !!