STORYMIRROR

Sandip Pujara

Drama Tragedy

4.0  

Sandip Pujara

Drama Tragedy

આખેઆખી રાત વીતી છે

આખેઆખી રાત વીતી છે

1 min
781


મૂએલુ બાળવામાં આખેઆખી રાત વીતી છે

વચન એક પાળવામાં આખેઆખી રાત વીતી છે,


સરળ છે વાત પણ, સમજાવવાનું એ સરળ ક્યાં છે

બીબામાં ઢાળવામાં આખેઆખી રાત વીતી છે,


હતું પાસે ઘણું પણ સ્પર્શવાનું ક્યાં મળ્યું ક્યારેય

ફકત નિહાળવામાં આખેઆખી રાત વીતી છે,


મળી ગઈ હૂંફ શબ્દોની, ને શબ્દો ઓગળી ગ્યા, પણ

અરથ ઓગાળવામાં આખેઆખી રાત વીતી છે,


નયનનું એક મટકું, ને વળ્યા ખોટી દિશામાં પગ

એ પાછા વાળવામાં આખેઆખી રાત વીતી છે,


દિવસભરની મથામણ બાદ પણ ગમતુ મળ્યુ નહિ, ને

ન ગમતું ટાળવામાં આખેઆખી રાત વીતી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama