STORYMIRROR

Jayprakash Santoki

Drama

3  

Jayprakash Santoki

Drama

શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો

શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો

1 min
428


ડગલું ભર્યું દોડ્યો ને માર્યો ઠેકડો,

ને શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.


આજે હવા સાથેય વાતો થાય છે,

ને ચાંદ પર બિલ્ડીંગ પણ બંધાય છે,

જે દૂર છે એ હાથમાં દેખાય છે,

પાંખો વગર આકાશમાં ઉડાય છે,

રાજી હતો, મળ્યો તો જ્યારે રેંકડો,

શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.


ઉંદર હતો હાથી થયો છે માનવી,

મહેનત કરી,આથી થયો છે માનવી,

બહુ લાલચુ શાથી થયો છે માનવી?

થાશે પતન, સ્વાર્થી થયો છે માનવી,

જોજે કદી નીકળી ન જાયે એકડો,

શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama