STORYMIRROR

#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

રમત રમી ગયા

રમત રમી ગયા

1 min
1.1K



વીજળીના ચમકારાની માફક આવ્યા દિલમાં ને

ખબર પણ ના પડી કે દિલ સાથે રમત રમી ગયા


આકાશી ઊંચા વાદળોના સ્વપ્નો આપી ગયા

ન સમજાણુ એ પેલી વાતમાં રમત રમી ગયા


સુકી ધરતી પર મોસમની સાથે વરસી ગયા

હરિયાળી ધરતી બનાવી મન સાથે રમત રમી ગયા


ના ઓળખ્યા ના જાણ્યાને પાછા ચાલ્યા ગયા

શું વાત કરુ કે નયનો સાથે રમત રમી ગયા


દિલાસા આપ્યાને અમે વધારે આપતા ગયા

રાહ જોઇ તમારીને રસ્તા સાથે રમત રમતા ગયા


ઘણા મળ્યાને ઘણી વાતો બે ઘડી કરતા ગયા

મનાવી લીધુ દિલ કે પ્રેમમાં રમત રમતા ગયા


શું ખબર કે આપી આપીને દર્દ આપતા ગયા

આવ્યા તરસ્યા દિલે અમ જોડે રમત રમતા ગયા


ચાંદનીની રોશનીમાં વાતેવાતમાં ચમકતા ગયા

ખ્વાબો દેખાડી ખ્વાબ સાથે રમત રમતા ગયા


પેન ઉપાડી પ્રેમથી દિલ પર નામ લખતા ગયા

ન ખબર પડી કે ખાણથી ગહન ઘાની રમત રમતા ગયા


Rate this content
Log in

Similar gujarati poem from Drama