STORYMIRROR

#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

તો વ્યક્તિ ભુલાઇ જશે

તો વ્યક્તિ ભુલાઇ જશે

1 min
368




જો જુઠને પકડશો તો સચ્ચાઇ રહી જશે

જો વિચાર કરશો તો વાત રહી જશે,


તલવારના ઘા જીકવામાં આવે છે વારંવાર

જો હદયને નરમ પાડશો તો ધડકન રહી જશે,


સાગરમાં નાવ ચાલતી હોય છે પોતાની ગતિએ,

જો ગતિ રોકશો તો મધ દરિયે રહી જશે,


કંગાળ મહેનત કરે છે માટે અમીર ટક્યા

જો કંગાળ બેસી જશે તો અમીર લુંટાઈ જશે,


રાત પછી અચુક દિવસ આવે છે

જો પૃથ્વી રોકાશે તો રાત રહી જશે,


વહેતા ઝરણામાં હોડીઓ મુકવામાં આવે

જો ઝરણા બન્ધ પડશે તો સપનાઓ તુટી જશે,


જગતમાં માનવ મહેરામણ ઉમટી પડે છે

જો માનવ નાશ પામશે તો જગત ખાલી થઇ જશે,



વાતોના વાવડો આમતેમ ઉડ્યા કરે છે,

જો જૂઠ દેખાઈ જશે તો સત્ય બહાર આવી જશે,


રહે છે એક યાદ દીલમાં કાયમ માટે,

જો યાદ વિસરાશે તો વ્યક્તિ ભુલાઈ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama