STORYMIRROR

HEMAL RUPAREL

Drama Romance Tragedy

4.0  

HEMAL RUPAREL

Drama Romance Tragedy

શું એ દિવસો હતા ને

શું એ દિવસો હતા ને

1 min
1.0K


શું એ દિવસો હતા ને..

શું એ રાત હતી..


હૈયામાથી નીકળેલ પ્રેમભર્યા,

શબ્દોની સહજ વાત હતી...


નિ:સ્વાર્થ લાગણીઓના સબંધમાં,

પ્રેમની એ તરવરાટ હતી...


માસૂમિયત ભર્યાં ચહેરાની મુસ્કુરાહટ ખાસ હતી...

અમી ભરેલી આંખોની દ્રષ્ટી કંઈક ખાસ હતી..


સરસ મજાની ચા સાથે,

મસ્તી ભરી મુલાકાત હતી....


દરેક ક્ષણ કે, જેમા હંમેશા એની વિશેષ યાદ હતી,

સ્મિતનો એવો શણગાર હતો કે જેમાં પ્રેમની રણકાર હતી,


એ સમયની પણ શું વાત હતી..

જેમા પ્રેમની એની દરખાસ્ત હતી.


લાગણી ભર્યાં વ્હાલની સૌગાત હતી,

કોમળતા ભર્યા તારા મનની સુવાસ હતી.


લાગી કોઇની નજર...અને


વિદાયથી વસમી, છેલ્લી મુલાકાત હતી.


ન કહી શકાય..


ન રહી શકાય...


ન રડી શકાય....


એવી વિદાયની દર્દની વાત હતી.


કેવા એ દિવસો હતા ને....


કેવી એવી રાતો હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama