STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

પગદંડી

પગદંડી

1 min
379

નથી જોતો કોઈ ધોરી માર્ગ,

નથી જોતો તૈયાર રાહ,

ચાહું મારો ખૂદનો માર્ગ,

ઉખડ બાખડ ,

પથરાળ,

કે કંટક પથરાયેલ...


હા!

કરીશ એને સરખો

પરિશ્રમથી,

પ્રારબ્ધ હશે એના સ્થાન પર,

પણ પુરુષાર્થ કરીશ...


નિષ્ફળતાને અવગણી..

કંટકોની ચુભન સહી,

પથરાળ રાહને,

ધીરે ધીરે સરળ કરીશ..


પણ..

એકલા ચાલી શકાય તેવી, 

એક પગદંડી રચીશ..

મંઝિલ મળશે,

એજ રાહ પર..

કદાચ

પાછળ હશે,

એક કારવાં,


હા! હશે જ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama