STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

કરું

કરું

1 min
394

રાહ તમારી અવિરત જોયા કરું,

ને હું ખુદને તમારામાં ખોયા કરું,


કોણ કરે અહીં હિસાબ ઉંમરનો,

ન આવતાં તમે વિયોગે રોયા કરું,


આ તરુવરો, પશુપંખી સાખ પૂરે,

ને હું મારા કિસ્મતને વગોવ્યા કરું,


બની બળવત્તર શ્રદ્ધા દિનપ્રતિદિન,

વિશ્વાસે વહાણ જીવનનું હંકાર્યા કરું,


નૈ જાય નિષ્ફળ સબૂરી મારી કદી,

રામલખન બંધ આંખે નિહાળ્યા કરું,


ખૂટશે એનીય ધીરજ ક્યારેક વળી,

નામ સ્મરણે આતમ નીચોવ્યા કરું,


અધમ જાત નારી નામે શબરી હું,

આવવા પંપાકાંઠે મજબૂર કર્યા કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational