ફૂલોનો માનવીને સંદેશ
ફૂલોનો માનવીને સંદેશ
ઈશ્વરની આરાધના માટે,
ગઈ હું કુદરતનાં સાનિધ્યમાં,
મન લલચાયું મારું રંગબેરંગી ફૂલો જોવા,
ગઈ હું બાગ બગીચે,
રંગબેરંગી ફૂલો મહેકતાં હતાં,
વાયુ સંગે શરાબીની જેમ ઝુમતાં હતાં,
એ તો પાસેથી પસાર થતાં તમામને,
મહેક આપતાં હતાં,
ગરીબ અમીરનો ભેદ એ ક્યાં રાખતાં હતાં,
ચૂંટે ફૂલ તોય ક્યાં ગભરાતાં હતાં,
પગ નીચે કચડાઈને પણ મહેક આપતાં હતાં,
જ્યાં મળે મોકો મહેકવાનો મહેકી લેતાં,
ઈશ્વરને ક્યાં કોઈ ફરિયાદ કરતાં હતાં,
ઊંચા ઊંચા વૃક્ષોને જોઈ,
એ ક્યાં જીવ બાળતાં હતાં,
નાનકડી જિંદગીની ક્યાં એ ફરિયાદ કરતાં હતાં,
હું જાસૂદ ને તું મોગરો,
હું ગુલાબ ને તું ચમેલી
હું કરેણ ને તું ચંપો,
એવો ક્યાં કોઈ વાદવિવાદ કરતાં હતાં,
હું લીલો ને તું લાલ,
હું ગુલાબી ને તું પીળો,
હું કેસરી ને તું કાળો,
એવા રંગભેદ એ ક્યાં રાખતાં હતાં,
શું આવું કરીને માનવીને કોઈ સંદેશો આપતાં હતાં ?
