STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રાતનો સંદેશ

રાતનો સંદેશ

1 min
303

શ્વેત રંગની ઓઢણી ઓઢી આવી આ રાત,

ચાંદ તારાની ટોળકી સાથે આવી આ રાત,


રાતરાણીની મહેકતી ખુશ્બૂ લાવી આ રાત,

ચકોરીની ચાંદ સાથેની મુલાકાત લઈ આવી આ રાત,


આકાશે ઝગમગાટ લાવી આ રાત,

મહેકતી મલકાતી આવી આ રાત,


ખૂબસૂરત વિસામો લાવી આ રાત,

હાલરડાંનું મધુર સંગીત લાવી આ રાત,


સપનાની દુનિયામાં સહેલ કરવા લઈ જાય આ રાત,

ઉમંગ ઉલ્લાસ નવા આપે આ રાત,


જીવનનું તથ્ય સમજાવી જાય આ રાત

વહી જાય રાત ને,

નવો દિન લાવે નવો પ્રકાશ,

નવો ઉમંગ,

નવી આશા,

નવી સવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational