STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ફૂલોની બારાત

ફૂલોની બારાત

1 min
372

લાગે છે બાગમાં આજે ફૂલોની બારાત આવી છે,

કઈ કેટલીય ખુશી ઓની સૌગાદ લઈને આવી છે,


આ જો ને પતંગિયું કેટલું ખુશખુશાલ છે,

રંગબેરંગી ઉપવનનું જાણે એ મહેમાન છે,


જોને આ હવા પણ બની ગાંડીતૂર છે,

મહેક ફેલાવવા એ કેટલી આતુર છે,


ખડા પગે ઊભી આ ડાળીઓ,

જાણે ફૂલોનું સ્વાગત કરવા મશગુલ છે,


જાણે સોનેરી કિરણોનો ભારો લાવ્યો આ સૂરજ,

જો ને ધરતી પરથી ઉદાસી ક્યાંય ગુમ છે,


જો ને પંખીઓનો પણ આજે રંગીન મિજાજ છે,

ડાળે ડાળે ટહુકે,

કેવો હૃદયસ્પર્શી એનો જાદુઈ અવાજ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational