STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

મળે ના મળે

મળે ના મળે

1 min
422

શબ્દથી સારું મુજને મળે ના મળે,

અર્થથી ન્યારું મુજને મળે ના મળે,


શબ્દ અર્થ બિંબને પ્રતિબિંબ સમા,

એમાંથી મારું મુજને મળે ના મળે,


શબ્દ અર્થની ઘટમાળ છે જટિલ ને,

હું સદાય ધારું મુજને મળે ના મળે,


નથી સવાયું કોઈ શબ્દ અર્થ કરતાં,

હરપળ વિચારું મુજને મળે ના મળે,


આખરે રહી મારે શોધ શ્રીહરિ તણી,

હરિથી હો પ્યારું મુજને મળે ના મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational