મળે છે હરિ.
મળે છે હરિ.
ભરોસો દ્રઢ રાખનારને મળે છે હરિ,
દરેકમાં ઈશ્વર જોનારને મળે છે હરિ,
ઠેરઠેર ભટકવાથી દર્શન એનાં દુર્લભ,
રંકની આંતરડી ઠારનારને મળે છે હરિ,
માત્ર સાકેત કે ક્ષીરસાગરે વાસ નથી,
દીનદુઃખીની સેવા કરનારને મળે છે હરિ,
વિચાર, આચારને આહારે જે સાત્વિક,
જીવમાત્રમાં નિહાળનારને મળે છે હરિ,
જનસેવામાં વસે છે જગત્પતિ હંમેશાં,
પરાવાણી મુખે બોલનારને મળે છે હરિ.