એ જ સાચો પ્રેમ
એ જ સાચો પ્રેમ
જ્યાં ન હોય કોઈ માંગણી
કે ન હોય કોઈ અપેક્ષા
એ જ સાચો પ્રેમ....
દુઃખ થાય બીજાને
આંખ રુએ જ્યારે તમારી
એ જ સાચો પ્રેમ....
પોતાના પહેલા વિચારે એનું
મગજ સતત હોય એનામાં
એ જ સાચો પ્રેમ....
રુએ આંખ તમારી ને
દર્દ થાય એ બીજાને
એ જ સાચો પ્રેમ...
