STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ડાળી અને ફૂલ

ડાળી અને ફૂલ

1 min
306

એક ડાળીએ ફૂલ ખીલ્યું,

હરખ ઘેલી થઈ ગઈ એ ડાળી,


ફૂલો સાથે કરવા લાગી ભવોભવની વાતો,

જાણે ફૂલ ડાળીની ધડકન બની ગઈ,


વાયુ સંગે ડોલવા લાગી આ ડાળી,

ફૂલોની મહેકથી હરખાઈ ગઈ આ ડાળી,

પણ આ શું ?


તોડી ગયો ફૂલ માળી,

એકલી રહી ગઈ ડાળી,

શાયદ વિરહ ફૂલનો ચાલતો હશે,

એટલે જ ઝાકળના આંસુઓથી,

રડી પડી આ ડાળી,


જતા જતા એ ફૂલ દુઆ દેતું ગયું,

મારું તો આયુષ્ય જ આમ ટૂંકું હતું

પણ તું જીવજે સો વરસ,

મારા જેવા કંઇક ફૂલોને જન્મ આપજે તું,

મોજ માં રહેજે તું,


હું તો જાણે તારી નાનકડી દીકરી હતી,

પિયર છોડી ને સાસરે ચાલી,

સદા સુખી રહેજે તું,

મહેક ફેલાવતી રહીશ સદા હું,

તારું નામ રોશન કરતી રહીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational