STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રોજ નવો જન્મ

રોજ નવો જન્મ

1 min
336

હું તો રોજ જન્મું ને,

હું તો રોજ મરુંં,

રોજ નવું મરણ ને,

રોજ નવો જન્મ,

કોઈના શબ્દોના તીરથી મરું,

તો કોઈનાં સહકારના મલમથી ફરી જન્મું,


કોઈની અવગણનાથી મરું,

તો કોઈનાં પ્રેમથી જીવંત બનું,

હું તો રોજ મરું અને રોજ જન્મું,

ક્યારેક ઉદાસીની આગમાં સળગી ભસ્મ થઈ જાઉં,


કોઈ હાથ ઝાલે મારો તો ફિનિક્સની જેમ

રાખમાંથી ફરી જીવંત થાઉં,

ક્યારેક કોઈ પોતાનું બની આપે નફરતનું ઝેર,

તો કોઈ પારકું આવી આપે અમૃતનો પ્યાલો,


આમ એક પળે મરું,

તો બીજી પળે જીવંત થાઉં છું,

આમ કેટલાય ફેરા એક જ જીવનમાં ફરી લઉં છું,

રોજ મરી લઉં છું,

રોજ જીવી લઉં છું,

આવી રીતે રોજ નવો જન્મ પામી લઉં છું,


દુઃખની પાનખરમાં ખરી જાઉં છું,

સુખની વસંતમાં નવી કૂંપળ બની ફરી જીવી જાઉં છું,

આમ પર્ણ બની જીવનનાં વૃક્ષ ને શોભાવી જાઉં છું,


જીવન સાગરમાં ભરતી બનું,

તો ક્યારેક ઓટ બની,

ક્યારેક ઊંચા મોજા બની,

કિનારે અથડાઈ ને,

મારું અસ્તિત્વ ગુમાવી,

ફરી સાગરમાં વિલીન થાઉં છું,

બસ આમ રોજ મરી ને,

રોજ જીવંત થાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational