Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલને સખી

ચાલને સખી

1 min
443


ચાલને સખી,

આ કુદરતનાં સાનિધ્યમાં જઈયે,

જોને આકાશમાં વાદળો દોડા દોડી કરે,

જાણે ! આ મેઘો નૃત્ય કરે,


આ ભીની મોસમ,

દિલને આનંદ અર્પિત કરે,

ને આ હૈયું પણ નર્તન કરે,

આ વાદળ વરસે ને,

આ મયુર ઢેલ સાથે નૃત્ય કરે,


આ વૃક્ષ પર કોયલ ટહુકેને,

આ પંખીઓ પણ નાચ ગાન કરે,

કુદરત પણ અહી નૃત્ય શીખવાડે,

આ વૃક્ષો હવાને તાલે નૃત્ય કરે,


આ ફૂલો ઝૂમે શરાબીની જેમ,

નાચે આ વાયુને સંગ,

નૃત્ય મોરનું જોઈ,

આ વાદળ પણ ઝીણાં મોતી વેરે,


ઝરણાનો ઝણકાર,

આ પર્ણનો થનગનાટ

આ દરિયાનો ઘૂઘવાટ,

આમ ઈશ્વરના દરેક સર્જનમાં છે સંગીતનો સ્વર,


માનવના ધબકતા હૃદયમાં છે ધબકારનું સંગીત,

જોને આ હૈયું પણ નર્તન કરે,

જોઈ ઈશ્વરનું અદભુત સર્જન,

અદભૂત સર્જનને આપવા શબ્દોનું રૂપ

આંગળીઓ પણ જોને નર્તન કરે આ કી પેડ પર,


ચાલને સખી આ કુદરતનાં સાનિધ્યને માણીયે,

આ સ્થિર થયેલા હૃદયના ધબકારને,

ઉલ્લાસ ઉમંગની એનર્જી આપીએ,

આ કુદરતનાં તાલે ઝૂમીએ.


Rate this content
Log in