STORYMIRROR

Rohit Prajapati

Tragedy

4  

Rohit Prajapati

Tragedy

જન્મો જનમની

જન્મો જનમની

1 min
500

આકરી પરીક્ષા થઈ જ્યારથી જીવનની,

ભીતિ નથી રહી મૃત્યુ ને જન્મો જન્મની.


રોજ નવા અધ્યાયો જોડાઈ દુ:ખ દઈ રહ્યા, 

જાણે એમની ભૂખ પણ છે જન્મો જનમની.


સમય પણ છંછેડાઈ હાથતાળી આપી રહ્યો,

શબ્દો બન્યા વેરી જાણે દુશ્મની જન્મો જનમની.


હજુ તો હું માત્ર એક સાંધુ ને તેર તૂટી રહ્યા,

ખેલ બદલાઈ રીત નિભાવી ગયા જન્મો જનમની.


ચાતકની જેમ બસ એકજ વિશ્વાસ રહ્યો,

પૂર્ણતા મારી સાથે પ્રીત નિભાવે જન્મો જનમની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy