યાદ તારી આવે ને રણ મહેંકી ઊઠે
યાદ તારી આવે ને રણ મહેંકી ઊઠે
યાદ તારી આવે ને રણ મહેંકી ઊઠે
જાંજવામાં જળ છલકી ઊઠે,
ભૂલવાની કોશિષ હું કરતો રહ્યો
ને મૌન શબ્દોના આક્રંદમાં ઊઠે,
તું હસે ને આંખના અમી ઢોળાય
ને પાનખરમાં વસંત મહેકી ઊઠે,
રમત રમી પળની આગંતુક બની
ને રેતીમાં જીવન પાણી ઊઠે,
કેવું સદનસીબ મળવું તને
ને રસ્તા તારા તરફના પગ ન ઊઠે,
"રાહી" રઝળતા રહ્યાં રણ મહીં
ને યાદની મોસમ મહેકી ઊઠે.

