STORYMIRROR

Neha Desai

Tragedy Thriller

4  

Neha Desai

Tragedy Thriller

પડે છે

પડે છે

1 min
240

સંબંધને સાચવવાં, જતું કરવું પડે છે,

રોજ પળ પળ મરીને, જીવવું પડે છે !


દિલમાં ભરેલી કડવાશને, છૂપાવવાં,

મોંઢેથી, હંમેશા મધુર બોલવું પડે છે !


સાથ જીવનમાં, મનગમતો મેળવવાં,

નસીબ સાથે હંમેશા, ઝઘડવું પડે છે !


હતાશાને, ડરપોક મનથી હરાવવાં,

અવિરત પ્રયત્નો કરી, લડવું પડે છે !


દીવાલો અને છતને, ઘર બનાવવાં,

ફરજ અને લાગણીએ, પીસાવું પડે છે !


બાળપણે, પોતાની પેટની આગ ઠારવાં,

દફતર મૂકીને, મજૂરીએ જવું પડે છે !


'ચાહત' આપણી, જીવનમાં પૂરી કરવાં,

લોહીનાં આંસુએ, કોઈવાર, રડવું પડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy