દર્દનો આકાર
દર્દનો આકાર
જિંદગીનાં કેનવાસ ઉપર દર્દનો આકાર ચીતરી બતાવો,
ભીતર સ્થિર રહીને પણ સુખદુઃખની પાર વિચરી બતાવો !!
આ તપતા રણમાં સફર છે ખુલ્લા ચરણની એકલાં એકલાં,
વગર ધૂમડાની આગમાં તપીને સોનાની જેમ નિખરી બતાવો !!
મારા રૂદિયાનાં મહેલમાં ચોરીછૂપીથી ઘુસ્યા તો ભલે ઘુસ્યા,
હવે અજમાવો તાકાત ને એમાંથી નીકળાય તો નીકળી બતાવો !!
નથી અશક્ય કંઈ જ આ દુનિયામાં મળે જો સમય અને સાધન,
હવે એક ચમચીથી આખો સાગર ઉલેચાય તો ઉલેચી બતાવો !!
મહા અજ્ઞાની છું એ 'પરમ' જ્ઞાન પછીની આ અલગારી દશા મારી,
તમારાથી પણ એ હદે 'પાગલ' બની શકાય તો બની બતાવો !!
