STORYMIRROR

Kaushik Dave

Inspirational Thriller Children

4  

Kaushik Dave

Inspirational Thriller Children

જોખમ એકલતામાં

જોખમ એકલતામાં

1 min
182

કેવું જોખમ એકલતામાં,

એકલા એકલા કેમ જીવાય ?


દિવસ તો જલદી જલદી જાય,

પણ રાત્રે તો પરેશાન થવાય,


મોડી રાત્રીના કામ કેટલું કરાય !

થાક લાગે તો નીંદ પણ આવી જાય,


એકલતામાં અસલામતીની ભાવના,

જાતજાતના વિચારોની વેદના,


નીંદમાં પણ કેવા વિચારો થાય,

અચાનક જાગૃત થતાં પરેશાન થવાય,


ડીમ લાઈટ પણ બિહામણી દેખાય,

પડછાયા પણ લાંબા લાંબા થાય,


દરવાજો પણ દોડતો દેખાય,

બારીઓ કેવી અસ્તવ્યસ્ત થાય,


ડર કેવો એકલતામાં આવે,

મુશ્કેલીઓ પણ રહેવા આવે,


ઘર પણ કેવું ખાવા દોડે,

પડછાયા પણ લાંબા દોડે,


એટલે તો એમ કહેવાય,

કુટુંબ સાથે હળીમળીને રહેવાય,


મા-બાપ નું માન જળવાય,

વડીલોના આશીર્વાદ લેવાય,


મુશ્કેલીઓમાં હૂંફ પણ મળે,

એકબીજાનો સહારો મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational