Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational Thriller Children

4  

PRAVIN PATEL

Inspirational Thriller Children

આંગણવાડી

આંગણવાડી

1 min
177


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી,

બહુ થયું હવે ખમૈયા કરો ને હે ! વનમાળી !


આવકારો આપવા સજ્જ છે સર્વ ગુરૂગણ

બાળ ક્યારે આવશે? ઊભાં લૈ હાથમાં તોરણ !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી....

ગણિત સાહેબ ગણી થાક્યાં કોરાનાનું ગણિત,

કરે સંતાપ હવે હું કોને શીખવું જીવનનું ગણિત !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી...

ગુજરાતી શિક્ષક થયા બાળ વગર રાતા પીળા,

બાળ વગર કને પાસે ગવડાવું ગીત જળકમળ !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી....

પી. ટી સાહેબની સીટી પણ થઈ ગઈ સૂની સૂની,

ને રમત-મેદાન પણ હીજરાય વગર બાળ તોફાની !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી...

મેદાન મધ્યે ઊભો પી.ટી સાહેબ ભૂતકાળે ગયો સરી,

કાન્તાસુતને આજેય સંભળાય બાળકોની કિલકારી !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી,

બહુ થયું હવે ખમૈયા કરો ને હે ! વનમાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational