દુનિયા રંગરંગીલી
દુનિયા રંગરંગીલી


જરા કલ્પો તો ખરા ઈશ્વરે કેવો સર્જ્યો રંગ જાંબલી,
દરેક કૃતિ જુદી કોઈ રાવણો, કોઈ સક્કરખરો ને કોઈ ઓર્કિડની કળી.
વિશ્વાસ ને વફાદારીનું પ્રતીક એવો આ મજાનો નીલો,
તું ચાલે ત્યાં ચાલુ હું ને એમ ચાતરુ સાવ નવો ચીલો.
ધાર્મિકતા ને આદર્શનો ઝંડો લઈ ચાલતી જાણે કો વાદળી,
નાનકડાં છોકરાંના ગળામાં મરક- મરક થતી માદળી.
વિકાસ-વૃદ્ધિ અને સ્વનિર્ભરતા માટે રચ્યો તેણે આ લીલો,
મહેનત કરો ને આગળ વધો એ સૂર કયારેય ન પડે ઢીલો.
બુદ્ધિમતા ને આનંદને વધાવી રહ્યો છે જાણે પીળો,
ટેક્નોલોજી ને પ્રતિભા થકી સર્વત્ર વાગી રહ્યો છે ડંકો ગર્વિળો.
આશાવાદને લઈને આગળ લઈને ચાલી રહ્યો છે આ નારંગી,
સૌને સાથે લઈ ચાલો ને સૌનું સારું કરો જે હોય સત્સંગી.
મહત્વકાંક્ષાની વાત સૌને સમજાવો છે આ રાતો,
કામ કરો ને સફળતા મેળવો માત્ર ન કર્યા કરો વાતો.