મનનો ઝરુખો
મનનો ઝરુખો
સાવ નાની ૧૦ બાય ૧૦ની ઝૂંપડી,
સળેકડા નીકળી ગયેલી,
ત્રણેય ઋતુનો પૂરેપૂરો અનુભવ કરાવતી,
અંદર ગારના પોપડા ઉખડી ગયેલી,
રાચરચીલામાં માટીનો ચૂલો, ચાર વાસણ,
એક ગોળો, એક વર્ષોથી પાંગત તૂટી ગયેલો ખાટલો...
બહારવાળા બધા કુબો કહે,
હું પણ કહું...
પણ....
જ્યારે ઝૂંપડીના એક કાણામાંથી
મારી મા દેખાય ત્યારે
તો એ બસ
ઝરુખો જ.
