વાંદરાની વેદના
વાંદરાની વેદના
અમારા સંવાદદાતા જણાવે છે
કે
આજે વહેલી સવારે
એક વાંદરાએ
આપઘાત કરી લીધો છે.
વધું
તબદીશ કરતાં, તપાસ કરતાં,
છાનભીન કરતાં જણાયું છે કે
આ
એ જ
વાંદરો હતો
કે
જેણે
ખરી ગયેલા પર્ણો વાળા
વૃક્ષનાં ઠૂંઠે
બેસીને
કારગીલનું યુદ્ધ નિહાળ્યું હતું.
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ
એ છે કે
છેલ્લા કેટલાય સમયથી
આ વાંદરાને
વેદના થતી હતી.
તેને એક પ્રશ્ન સતત
સતાવતો હતો,
કોર્યે જતો હતો,
રીબાવાતો હતો.
ક્યાંક હું માણસ બની જઈશ તો?!
