STORYMIRROR

Chirag Padhya

Inspirational

4  

Chirag Padhya

Inspirational

મુસાફિર

મુસાફિર

1 min
28.2K


તારો ઘડવૈયો તું જ છે શીદને શોધે સાથ,

એકલો ચાલતો થા મુસાફિર ઈશ્વર તારી સાથ.


રસ્તા તારા સાથી બનશે દેશે તુજને હાક,

કદમ ના અટકી જાય મુસાફિર મંઝિલ તારી પાસ.


કાંટાળી કેડી છે આગળ પથરાળા છે ચઢાવ,

હિંમતના ગુમાવ મુસાફિર રાખ જીતની આશ.


તું જ તારો પથદર્શક છે તું જ તારો સર્જક,

વિશ્વાસ ટકાવી રાખ મુસાફિર મંઝીલ તારી પાસ.


તારો ઘડવૈયો તું જ છે શીદને શોધે સાથ,

એકલો ચાલતો થા મુસાફિર ઈશ્વર તારી સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational