જેની ઉપર માખી બેસે મીઠો માણસ
જેની ઉપર માખી બેસે મીઠો માણસ
જેની ઉપર માખી બેસે મીઠો માણસ,
એવો મેં ને તમે સતત છે દીઠો માણસ.
ધારે એ તો કરી શકે બે મત નથી,
પુરુષાર્થનો ભાગ્યવાન એ લીટો માણસ.
પ્રેમ પીડને રસ્તે છે આવન જાવન,
એ રીતે એ બની ગયો રીઢો માણસ.
નમી શકેને ખમી શકે એ ઘાવ ઘણા,
વાપરતો રહે વહાલપનો વીટો માણસ.
તકેદારીની બાબતમાં ઢીલો જ રહ્યો.
ગમ ખાતો ખામોશી રહે પીતો માણસ.
સરનામું છે 'રશ્મિ'નું આ આખું નગર,
ચોક્કસ એય હશે હજી જીવતો માણસ.
