STORYMIRROR

#DSK #DSK

Inspirational Others

4  

#DSK #DSK

Inspirational Others

ભર ઉનાળે ઉજાણી થાય છે

ભર ઉનાળે ઉજાણી થાય છે

1 min
27.1K


સંબન્ધ તાણાવાણા ખૂબ નરમ હોય છે;

આ નરમાશ જાય તો ઘરમા જ ઉકળાટ થાય છે.


સમજણની એક કેડી પડી જાય દિલ મહી;

તો સંબન્ધમા ભર ઉનાળે ઉજાણી થાય છે.


એક તાંતણો તુટે જ્યારે સંબન્ધમા વિશ્વાસનો;

ત્યારે વગર ચોમાસે વાવાજોડાનો ઉદભવ થાય છે.


કોઇ જ્યારે આંખે વળગીને દિલમા ઉતરે ત્યારે;

જાગતા જ સપનાઓનુ ગગનમા ઉડ્ડ્યન થાય છે.


નવરાયના સમયમા હળવાશની પળો ભળે છે;

એ સમયે હદયમા પ્રેમનુ ઉત્થાન થાય છે.


હદયથી હદયના બન્ધનમા અણબનાવ હોય તો;

એ સંબન્ધનુ તો પ્રેમ જ એક ઉકેલ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational