STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

વરસાદ વરસે છે જુઓ

વરસાદ વરસે છે જુઓ

1 min
26.8K


ખત્મ થઇ સૌની સબર,વરસાદ વરસે છેજુઓ,

કરજો ઈશ્વરની કદર,વરસાદ વરસે છે જુઓ.


ધોમધખતા તાપમાં લોકો હતા હેરાન બહુ,

થઇ હવે ઠંડી લહર,વરસાદ વરસે છે જુઓ.


જિંદગી ખેડૂતની બદલાઇ જાશે આજથી,

આપે છે વાદળ ખબર,વરસાદ વરસે છે જુઓ.


વીજળી ચમકી રહી છે નભમાં આજે પ્રેમથી,

મ્હેકી જાશે આ નગર,વરસાદ વરસે છે જુઓ.


માનવીની લાગણી સ્વીકારી લીધી વાદળે,

ભીતરે થઇ છે અસર,વરસાદ વરસે છે જુઓ.


ખૂબસૂરત લાગે છે વાતાવરણ 'ધબકાર'ને,

નાચવા લાગ્યું જિગર,વરસાદ વરસે છે જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational