મનરાવન
મનરાવન
લોલ,
મારા મનરાતે વનમાં, પછી કુહૂ કુહૂ અને થાય કલબલ કલબલ ને પછી મીઠા મધુરા એવા ટહુકા રે લોલ,
મારા મનરાતે વનમાં, નવી નદીયું વહે ને વહે ઝરણાં વહે ને વહે સાગર રે લોલ,
મારા મનરાતે વનમાં,પછી ધસમસતી જાય ને ખડખડતા જાય ને ઘેરા મજાના ઘુઘવાટા રે લોલ
મારા મનરાતે વનમાં, ઊગ્યા લીમડા ઊગ્યા ને ઊગ્યા પીપળા ઊગ્યા ને ઊગ્યા વડલા રે લોલ,
મારા મનરાતે વનમાં, ઓલી મીઠેરી છાંય, ઓલી પૂજતી એ બાય ને ઝૂલતા મજાના એ હીંચકા રે લોલ
મારા મનરાતે વનમાં, થોડી ઠંડી પડે ને થોડી ગરમી પડે ને થોડી વાદળી રે લોલ,
મારા મનરાતે વનમાં, થોડું થરથર થરથર ને થોડું આકળવિકળ ને થોડી ઝરમર રે લોલ,
મારા મનરાતે વનમાં, કાંઈ ગીતો ગવાય કાંઈ રાસ રચાય ને કાંઈ ગરબા રે લોલ,
મારા મનરાતે વનમાં, કેવા સૂરો રેલાય કેવા ભાન ભૂલાય ને કેવી હીંચ્યુ લેવાય રે લોલ,
મારા મનરાતે વનમાં, ઓલ્યો સૂરજ ઊગે ને ઓલ્યો ચાંદો ઊગે ને ઊગે તારલા રે લોલ,
મારા મનરાતે વનમાં, આવે આવે ઉજાશ કોઈ રાતે છે ખાસ કોઈ નજર્યું સામે ટમટમતા રે લોલ.
