STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

એકલતાની પરાકાષ્ઠા

એકલતાની પરાકાષ્ઠા

1 min
27.9K


અરીસો જોયો ને આજે મારી ખૂંખાર એકલતા ગઈ

મારા જ પ્રતિબિંબ સાથે મારી એક મસ્ત મહેફિલ થઇ


ને પરાકાષ્ઠા તો તમે જુવો આ મસ્ત મહેફિલની

કે અરીસો જ બોલી ઉઠ્યો કે હવે વસ્તી વધી ગઈ


મારો આશય વસ્તી ઘટાડવાનો હતો તોડવાનો નહિ

ને જોયું તો હર ટુકડે ટુકડે મારી એક તસ્વીર બની ગઈ


મને એમ કે હવે અરીસો જરૂર દુઃખી થઇ રડી પડશે

ને નીચું જોયુ તો હર ટુકડાની સપાટી ભીની થઇ ગઈ


હવે ક્યાં જરૂર જ છે કોઈ લોક ટોળાની મુજને "પરમ "

જ્યારથી અરીસા સાથે મારી "પાગલ"દોસ્તી થઇ ગઈ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational