તને પેટમાં દુખ'તું હોય તે બોલ
તને પેટમાં દુખ'તું હોય તે બોલ
મારી ભાષાનો સાવભુક્કો કરીને, તું બીજી ભાષાથી ના તોલને!
તને પેટમાં દુખ'તું હોય તે બોલને?
સુંદર છે મારા આ ક, કા, બારખળી ને,સુંદર છે ક, કા, કી, કુ,
એ.બી.સી.ડી. જો તમે શીખીને બેઠા છો, ક્યાંથી ભૈ આવડે કશું?
હવે વાત બધી ખોટી તું છોડને?
તને પેટમાં દુખ'તું હોય તે બોલને?
ગુજરાતી ભાષા તો સોળે સજેલી છે, લાગે છે સૌને એ મીઠ્ઠી,
નાના ને મોટાને માનથી બોલાવે જો એવી છે ગુજરાતી લીપી,
તું ગુજરાતી પાના ભૈ ખોલને!
તને પેટમાં દુખ'તું હોય તે બોલને?
