ચાલને સાજન પલળી જઈએ
ચાલને સાજન પલળી જઈએ
1 min
27.7K
ધોધમાર વરસાદ પડે છે, ચાલને સાજન પલળી જઈએ,
એક-મેકનો સાથ મળે છે, ચાલને સાજન પલળી જઈએ.
જોરદાર આ મોસમ જામી, એક-મેકનાં શ્ર્વાસો થામી,
રોમ-રોમ માં મોજ ચડે છે, ચાલને સાજન પલળી જઈએ
ટીપ-ટીપ પડતાં ટીપાં બોલે,અંગ-અંગ મસ્તીમાં ડોલે,
સુખ સઘળું આજ ફળે છે, ચાલને સાજન પલળી જઈએ
છમ-છમ જોને જાંઝર વાગે, ઢમ-ઢમ કરતા વાદળ ગાજે,
ચો-તરફ જો ઈશ જડે છે, ચાલને સાજન પલળી જઈએ

