STORYMIRROR

Ashit Dhamecha

Inspirational Others

4  

Ashit Dhamecha

Inspirational Others

એક ગમતા ઝાડનું ગીત

એક ગમતા ઝાડનું ગીત

1 min
27.1K


શહેરમાં એક ઝાડવાને ગમતું નથી,

ગમતું નથી રે ભાઈ ગમતું નથી

કોઈ અમથું અહીં નમતું નથી,

નમતું નથી રે ભાઈ નમતું નથી

શહેરમાં એક ઝાડવાને ગમતું નથી,

ગમતું નથી રે ભાઈ ગમતું નથી


ઝાડવાને લાગે બહું એકલું,

ઝાડવાને દુઃખ હવે કેટલું.

કોઈ પંખીંડુ હવે ભમતું નથી,

ભમતું નથી રે ભાઈ ભમતું નથી.

શહેરમાં એક ઝાડવાને ગમતું નથી.

ગમતું નથી રે ભાઈ ગમતું નથી.


બીક એને ખૂબ અહીં લાગતી,

કાપવાની વાત જ્યારે ચાલતી.

દિલ એનું ક્યાં'ય થમતું નથી,

થમતું નથી રે ભાઈ થમતું નથી.

શહેરમાં એ ઝાડવાને ગમતું નથી,

ગમતું નથી રે ભાઈ ગમતું નથી.


ચાલ હવે આપણે સમજાવીએ,

સ્નેહથી ને પ્રેમથી મનાવીએ.

ઝાડવા તું અમને ખૂબ પ્યારું છે!

સૌ નું તું રાજ દૂલારું છે !

તારા વગર અમને પણ ગમશે નહીં !

ગમશે નહીં રે ભાઈ ભાઈ ગમશે નહીં !


શહેરમાં એક ઝાડવાને ગમતું નથી,

ગમતું નથી રે ભાઈ ગમતું નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational