પગલા પડે જ્યાં આપના,
પગલા પડે જ્યાં આપના,
આંગણું મહેકી ઉઠે પગલા પડે જ્યાં આપના,
દિલ હવે ધડકી ઉઠે પગલા પડે જ્યાં આપના,
આંગણાંમાં ફૂલ છે ને,ફૂલની સુંગંધ છે,
આપને જોવા હવે આંખો કરી મે બંધ છે,
હોઠ પણ મલકી ઉઠે પગલા પડે જ્યાં આપના,
પગલે-પગલે હું ધરું છું,પુષ્પ તારી રાહમાં,
ત્યારે-ત્યારે રંગ આવે આ સુનેહરી બાગમાં,
લાગણી ઝળકી ઉઠે,પગલા પડે જ્યાં આપના,
આંગણું મહેકી ઉઠે,પગલા પડે જ્યાં આપના,
દિલ હવે ધડકી ઉઠે,પગલા પડે જ્યાં આપના.

