સજનની આંખો બહુ તીખી
સજનની આંખો બહુ તીખી
સજનની આંખો બહુ તીખી,
સજનની વાતો બહુ મીઠી,
સજનની હળવી-હળવી ચાલ,
સજનના ગોરા-ગોરા ગાલ.
બહુ ગમતા મને...
બહુ ગમતા મને...
સજનના હોઠો પરનું સ્મિત,
સજનની બાહોમાં છે પ્રિત,
સજનના ચહેરા પર ગુલાલ,
સજનના શ્વાસોમાં ધમાલ.
બહુ ગમતા મને...
બહુ ગમતા મને...
સજનના ચહેરા પરનો ભાવ,
સજનનો તીંખો છે સ્વભાવ,
સજનના ગીતોમાં છે તાલ,
સજનતો કેસુંડાનો ફાલ.
બહુ ગમતા મને...
બહુ ગમતા મને...

