આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
છોડવું જો હોય તો છોડી દો,
દુનિયા મા-બાપને ના છોડો હવે!
આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
લાડ લડાવીને વાલપ વરસાવીને,
બદલામાં કશું જ ના માંગે,
તમને ભણાવીને મોટા બનાવીને,
રાતભર જો ને એ જાગે!
સ્વર્ગ મા-બાપનો ખોળો હવે!
આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
મા તો મમતાનો દરિયો છે ભઈલા ને,
બાપતો જીવનનું ઘળતર,
ના એને લાલચ કે,
ના કોઈ મંચ્છા છે,
નથી માંગતા કોઈ વળતર,
આપસના તારને જોડો હવે!
આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
તમને ના જૂએ તો,
હૈયું ઘભરાઈ એનું,
જાણે કે જીવ એનો જાશે!
તમને જો જૂએ તો હૈયું હરખાઈ,
એનું જાણે કે સુખ બધું પાસે,
કેવો સ્વભાવ એનો ભોળો હવે!
આ વૃધ્ધાઆશ્રમ ને તોડો હવે!
