STORYMIRROR

Ashit Dhamecha

Romance

3  

Ashit Dhamecha

Romance

બહું ગમતા મને...

બહું ગમતા મને...

1 min
26.1K


સજનની આંખો બહું તીખી,

સજનની વાતો બહું મીઠી,

સજનની હળવી-હળવી ચાલ,

સજનના ગોરા-ગોરા ગાલ.

બહું ગમતા મને...

બહું ગમતા મને...


સજનના હોઠો પરનું સ્મિત,

સજનની બાહોમાં છે પ્રિત,

સજનના ચહેરા પર ગુલાલ,

સજનના શ્વાસોમાં ધમાલ.

બહું ગમતા મને...

બહું ગમતા મને...


સજનના ચહેરા પરનો ભાવ,

સજનનો તીંખો છે સ્વભાવ,

સજનના ગીતોમાં છે તાલ,

સજનતો કેસુંડાનો ફાલ.

બહું ગમતા મને...

બહું ગમતા મને...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance