STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

હૂંફ

હૂંફ

1 min
26.6K


વાદળની હૂંફથી ઓગળે આખે આખું આકાશ,

તારી હૂંફથી હું પણ પીગળી જાવ એમ કાશ.


આ છાયા આપતા ઝાડને હશે કોની લીલી હૂંફ,

ઊભા પવનનેય એક ધક્કાની હૂંફની આશ.


મુજ કૃષ્ણના વજુદને છે તુજ રાધાની હૂંફ,

નજીક આવીને જો ધડકનોની હૂંફનો રાસ.


તું તો મારી અંતર પ્રેરણાની પ્રેમભરી હૂંફ,

મારા શબ્દોને તુજ થકી ની:શબ્દની હૂંફ ખાસ.


હર સંબંધ ગોતે એકબીજામાં વિશ્વાસની હૂંફ,

જીવન આપણું જાણે આપણી જ હૂંફનો શ્વાસ.


હું "પરમ" તરહ સરકી રહ્યો તારી હૂંફથી,

તુંય "પાગલ" હૂંફ થઈ આવ થોડી મારી પાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational