પરપોટો ભ્રમનો
પરપોટો ભ્રમનો
રાહ જુઓ હર યુગે છે સંભવામી
આમ આખી જિંદગી વીતાવવાની,
એટલો મજબૂત છે પરપોટો ભ્રમનો
ટાંકણી ભોંકો, તરત તૂટી જવાની,
સાવ ખોટું છે, બધું જાણે છે ઈશ્વર,
આજ પણ બા, ભૂખ બાળી, પોઢવાની,
તે કહ્યું, તું રાહ જોજે, ઝાડ નીચે,
આંગળીથી, આજ ડાળી ફૂટવાની,
આવતાં અવતારમાં આઝાદ કિસ્મત
વાત કેરી પીપળે છે પાકવાની.
