તે શું હશે ?
તે શું હશે ?
1 min
27.4K
મૌન તારા ગર્ભમાં ઘુંટાય છે, તે શું હશે ?
છંદમાં લયબધ્ધ થઇ સર્જાય છે, તે શું હશે ?
લાગણીની છોળ, જેને તરબતર કરતી હતી,
અર્થનાં અંધારમાં ખોવાય છે, તે શું હશે ?
લે કરી લે, શક્યતાનાં પારખાં, તારા મુજબ,
એ પછીથી જે થવાનું થાય છે, તે શું હશે ?
તારૂ હોવું એ પછી તો કામ ક્યાં લાગે મને ?
શ્વાસમાં જે સ્વાર્થ ભળતો જાય છે તે શું હશે ?
જો ન હો સગપણ કશુંપણ આપણી વચ્ચે હવે,
લાજથી જે આંખ ઢળતી જાય છે તે શું હશે ?
શાંત દરિયો, શ્યામ વાદળ ને સ્વપ્ન મધરાતનું.
ઝંખના તારી જ સઘળે થાય છે તે શું હશે ?

